બળે
સળી ધૂપની એ પ્રમાણે બળે,
ભલે કો’ ન એને વખાણે, બળે.
ઉજાળ્યું જગત, ને તળે અંધકાર,
છતાં કોઈ ના એ પિછાણે, બળે.
ઘસાયા પિતા જિંદગીભર, અને
હવે એકલા એ મસાણે બળે.
સતી, હોલિકા, ને ચિતાઓ ઘણી,
બધાં કૈંક યુગથી પુરાણે બળે.
પરાગે ભરી ધૂપમાં મ્હેક, ને
હૃદય પણ હવે એ સુજાણે બળે.
– પરાગ રતનપરા
#ગઝલ #ધૂપ #ત્યાગ #પિતા #સમર્પણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Incense #Sacrifice #Father #SelflessLove #ParagRatanpara