બારીએ દીવો
મેં તો બારીએ દીવો મૂક્યો રે,
વાલમ, તારી વાટે મારો જીવ ઝૂક્યો રે.
સાંજ ઢળે ને કેડી ઉપર ગાયોની ધૂળ ઊડે,
ઘંટડીએ ઘંટડીએ મારું હૈયું ઊંચું કૂદે;
ધૂળ બેસી ગઈ, કેડી સૂની, તોય ન ઊંબર ચૂક્યો રે…
મેં તો બારીએ…
પડોશણ પૂછે: ‘શું ભાળે છે ગોખે આમ ઊભી?’
કહું: ‘ચાંદો જોઉં છું’ — ને સાચું રાખું ડૂબી;
ચાંદો પણ મારી સંગાથે આખી રાત ન ઊંઘ્યો રે…
મેં તો બારીએ…
પરાગ કહે: આ બારી નાની, એમાં આભ સમાયું,
એક દીવો ને બે આંખોમાં આખું ગામ જગાયું;
પરોઢ થયું ને ખોંખારો સુણ્યો, હસીને દીવો ફૂંક્યો રે…
મેં તો બારીએ…
– પરાગ રતનપરા