← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાપુનો કોટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાપુ ગયા
પછી
એમનો કોટ
ખીંટી પર જ લટકતો રહ્યો.

આજે મેં
પહેલી વાર
એ પહેર્યો.

ખિસ્સામાં હાથ નાખ્યો —
એક ચોળાયેલી પરચી:
‘દીકરાની ફી — ૧૨૦૦’,
એક ખાલી દવાની પટ્ટી,
ને બે ચૉકલેટ —
મારા દીકરા માટે,
કદાચ કાલે આપવાના હશે.

કોટ થોડો મોટો પડ્યો,
ખભેથી ઢીલો.

અરીસામાં જોયું:
બાપુ કેટલા પહોળા હતા —
કોટથી નહીં,
ખભાથી નહીં,
આ ખિસ્સાં જેવા
નાના, ભરેલા
પ્રેમથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઅલખઆગલો લેખ →મારા પછી