← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાની કાંકરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાની પોટલીમાં એક નાનકડી કાંકરી રે,
એમાં ગિરનાર આખો સંતાયો હો જી.

ઘઉં વીણતાં બા જે કાંકરી કાઢે,
ગણી ગણીને મૂકે એને ઓસરીના પાટે;
કહેતી: ‘બેટા, કાંકરી ન જાય પેટમાં ભૂલે,
નાની ચીજો સાચવો તો મોટું સુખ ઝૂલે…’
એમાં ગિરનાર આખો…

દાંત વિના હસતી ને આંખે ઓછું ભાળે,
તોય ઘરના દીવા બા પોતે જ ઝાળે;
ફાટ્યા સાડલે થીંગડાં મારે, હસીને બોલે ધીરે:
‘ઝાઝું ભેગું કરવું નહીં, ઝાઝું રાખવું હીરે…’
એમાં ગિરનાર આખો…

પરાગ કહે: આજ મોટાં મકાન, મોટી ગાડી ભાળું,
તોય મનનો ખૂણો ખાલી, ક્યાંય ના અજવાળું;
બાની એ કાંકરી શોધું, જેમાં પર્વત વસતો,
નાની વાતે મોટું જીવન જીવતાં બા’નો રસ્તો…
એમાં ગિરનાર આખો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખશબરી, પછીઆગલો લેખ →છે કશું