← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાની ડાયરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક જૂની ડાયરીમાં ‘બા’ તણો જે સ્વાદ છે,
માપ ‘ચપટી’, માપ ‘થોડું’, તોય સૌ આબાદ છે.

ચૂલ પાસે બા કહેતી, ‘ભૂખ લાગી? આવ, લે’,
આજ પણ એ ‘આવ, લે’નો કાનમાં બસ સાદ છે.

હોટલોના મેનુમાં છે વાનગી સો સો ભલે,
ખીચડી માટે હજી આ પેટની ફરિયાદ છે.

છેવટે જમતી હતી બા, જે વધે થાળી મહીં,
એ જ એંઠો કોળિયો આ જીવનો પરસાદ છે.

આ પરાગે ડાયરીનાં પાન ભીનાં વાંચિયાં,
શબ્દ વચ્ચે બા અને મારો હજી સંવાદ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #બા #માતૃપ્રેમ #રસોઈ #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mother #MothersRecipes #TasteOfHome #Remembrance #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખગામનું સ્ટેશનઆગલો લેખ →રણ અને સાગર