← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રણ અને સાગર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રણ મહીં પણ કોઈ મીઠી વીરડીની આસ છે,
સાગરે ઊભો રહીને પણ મને તો પ્યાસ છે.

ઝાંઝવાંની પાછળે દોડ્યું હરણ, શો વાંક છે?
આંખ જેને સત્ય માને, એ જ તો વિશ્વાસ છે.

ધોમ તડકે ખાર પકવે, એ મજૂરોના પગે
ઘાવનો ખારો ઘણો, ખારો ઘણો ઇતિહાસ છે.

હું જ સાગર, હું જ રણ છું, તોય ભીતર ક્યાંક તો
એક મીઠા સ્રોતનો ત્યાં ગૂઢ તો આભાસ છે.

આ પરાગે બેઉ ભીતર રાખિયાં રણ-સાગરો,
એક દરિયો આંસુઓનો, એક ખાલી શ્વાસ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #રણ #દરિયો #તરસ #અગરિયા #પરાગરતનપરા
#GujaratiGhazal #DesertAndSea #Thirst #SaltWorkers #InnerSpring #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખબાની ડાયરીઆગલો લેખ →તૃપ્તિ