← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાંધે છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

યશોદા દોરડે જગના ધણી ભગવાન બાંધે છે,
નચાવે સૃષ્ટિને જે, મા ઘડી તોફાન બાંધે છે.

મુખે બ્રહ્માંડ દીઠું જ્યાં, ઘડીભર મા ડરી બેઠી,
પછી મમતા તણી ગાંઠે બધું યે જ્ઞાન બાંધે છે.

ગલીની સૌ સખી આવી, ગણાવી ખોટ માખણની,
સજાને નામ માતા તો ગળે વરદાન બાંધે છે.

અમે તો મંત્ર, માળા, ને તિલક કરતા ફરી થાક્યા,
ફકત એ પ્રેમનું બંધન, નહીં અભિમાન, બાંધે છે.

પરાગે વાંસળીના સૂરમાં ખોયું બધું પોતે,
હવે એ સૂર મારા શ્વાસ સાથે પ્રાણ બાંધે છે.

– પરાગ રતનપરા

#ગઝલ #કૃષ્ણ #યશોદા #દામોદરલીલા #ભક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Krishna #Yashoda #DivineChildhood #BondOfLove #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખરાવણ ગણવાઆગલો લેખ →ઝાડ