← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તમારા હાથમાં બાજી, અમારી હાર કે જીતો,
બિછાવો જે ય પાનું, એ જ મારા ભાગ્યની રીતો;
ભલે હારું બધું યે હું, નથી કો’ રંજ એનો પણ,
તમે મલકો જરા, ત્યાં તો ગવાતાં જીતનાં ગીતો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસૌનું ગજુંઆગલો લેખ →ઝરમર મેહુલો