← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બા હજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાંજ પડતાં ઉંબરે ત્યાં રાહ જોતી બા હજી,
સોયમાં દોરો ન જાતો, તોય પ્રોતી બા હજી.

ફોન આવે ના કદી, ને પત્ર પણ આવે નહીં,
તોય દરવાજે અવાજો રોજ ગોતી બા હજી.

એ ગયા એને થયાં છે વીસ વરસો, તોય પણ
એમનાં કપડાં ફરીથી રોજ ધોતી બા હજી.

આંખમાં તો મોતિયો છે, ને નજર ઝાંખી પડી,
તોય ટપકે આંખમાંથી રોજ મોતી બા હજી.

ઘર ભલે ઘરડું થયું, ભીંતો ય ખખડી ગઈ ‘પરાગ’,
કોઈ સામે ના કદી, છાની જ રોતી બા હજી.

– પરાગ રતનપરા

#ગઝલ #બા #પ્રતીક્ષા #વૃદ્ધમા #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #WaitingMother #OldAge #Loneliness #MothersLove #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપહેલી મુલાકાતઆગલો લેખ →પડખે રહેજે