← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અષાઢ આવ્યો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આભે ગડગડ ગાજે રે, ને ઘરમાં ઝાંઝર વાગે,
અષાઢ આવ્યો આંગણિયે, ને મનડું મારું જાગે.

મોર ટહુક્યો ડુંગર પર, ને ટહુકો ઊતર્યો છાતી,
ભીની માટી ગંધ ઉડાડે, ભીની ભીની વાતી;
પિયુ ગયા પરદેશ, તોય મને પાસે પાસે લાગે…
અષાઢ આવ્યો આંગણિયે…

નેવાં નીતરે નેહ ભરીને, ખળખળ ખાળિયાં વહેતાં,
છોકરાં કાગળની હોડી લઈ ગલીએ ગલીએ રહેતાં;
મારી આંખનું વાદળ તો ભાઈ, વરસ્યા વિના ભાગે…
અષાઢ આવ્યો આંગણિયે…

પરાગ કહે: વરસાદ તો આવે, ભીંજવે ને જાતો,
પણ જે ભીતર ભીનું રાખે, એ જ મેઘ છે સાચો;
પહેલા ટીપે પ્રીત ઊગે, ને બીજે ટીપે રાગે…
અષાઢ આવ્યો આંગણિયે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઅડધી રોટલીઆગલો લેખ →શહેરની સવાર