← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અર્ઘ્ય

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ના કમળ છે, ના ગુલાબો, ના સુગંધી હાર છે,
હાથમાં તો બસ ઉઝરડા, આંસુની બસ ધાર છે;
હે ખુદા, સ્વીકારજો આ ખોબલો ખાલી, અને
એ જ ખોબામાં ભરેલો આ હૃદયનો પ્યાર છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખકૂંડામાં વડલોઆગલો લેખ →વીજળી ગઈ