← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અરીસો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

છુપાવું ભલે, પણ બતાડે અરીસો,
સવારે મને નિત જગાડે અરીસો.

ગણું કરચલીઓ, ગણું વાળ ધોળા,
ઘડીમાં હસાડે, રડાડે અરીસો.

મહોરાં સજીને ફરું છું સભામાં,
ઘરે આવતાં તો ઉઘાડે અરીસો.

ભલે ફોનમાં હું ગુલાબી ગુલાબી,
ખરું મુખ બતાવી પછાડે અરીસો.

પરાગે સજી જાત ફૂલો સમી, પણ
સમયના પડો સૌ ઉખાડે અરીસો.

– પરાગ રતનપરા

#ગઝલ #અરીસો #આત્મદર્શન #સત્ય #ઉંમર #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirror #SelfReflection #Truth #Ageing #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનવા શેઠઆગલો લેખ →શાનથી