શાનથી
કોઈ દરબારે ન ઝૂક્યો, શાનથી જીવી ગયો,
ધાર જેવી જીભ લઈ, ને તાનથી જીવી ગયો;
ઘાવ પણ ખાધા ઘણા, ને દર્દ પણ પીધું ઘણું,
આ પરાગે, તોય પૂરા ભાનથી જીવી ગયો.
– પરાગ રતનપરા
કોઈ દરબારે ન ઝૂક્યો, શાનથી જીવી ગયો,
ધાર જેવી જીભ લઈ, ને તાનથી જીવી ગયો;
ઘાવ પણ ખાધા ઘણા, ને દર્દ પણ પીધું ઘણું,
આ પરાગે, તોય પૂરા ભાનથી જીવી ગયો.
– પરાગ રતનપરા