અરીસો
ન બોલે, ન રોકે, બિચારો અરીસો,
સવારે મળે છે ઠગારો અરીસો.
ગણે શ્વેત વાળો, ગણે કરચલીઓ,
કરે આયખાનો ઉતારો અરીસો.
હજી બા તણો ચાંદલો એક ખૂણે,
હવેથી થયો છે દુલારો અરીસો.
ઘડી એક ઊભાં તમે, ને પછીથી
થયો સાવ ઘેલો, તમારો અરીસો.
પરાગે ગઝલમાં જ જોયો સ્વયંને,
નહીં તો બધે છે નઠારો અરીસો.
– પરાગ રતનપરા
#ગઝલ #અરીસો #ઉંમર #સ્મરણ #આત્મદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirror #Ageing #Memories #SelfReflection #ParagRatanpara