અંધકાર
સાંજ ઢળતાં અંધકારે પાથરી આ જાળ છે,
એક ટહુકો પણ નથી, ને સૂનમૂની ડાળ છે.
ઓરડામાં એક દીવો ધ્રૂજતો બેઠો હજી,
એકલો લડશે ભલે, સામે અડીખમ કાળ છે.
રાતમાં ભૂલો પડેલો એક પંથી છે અહીં,
દૂર ઝબકે એક ફાનસ, એ જ એની ભાળ છે.
વીજળી ગઈ, ને પડોશી ઓટલે ભેગા થયા,
આ ગલીમાં ગુંજતી બસ એક સરખી ગાળ છે!
આગિયો થઈ ઝળહળીશું આપણે પણ, ઓ ‘પરાગ’,
અંધકારે આરતીનો એ જ નાનો થાળ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #અંધકાર #દીવો #આશા #આગિયો #પરાગરતનપરા
#GujaratiGhazal #Darkness #LampOfHope #Firefly #Resilience #ParagRatanpara