← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અણસાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તને શોધ્યો
મૂર્તિમાં —
પથ્થર મળ્યો.

ગ્રંથમાં —
શાહી મળી.

તીર્થમાં —
ભીડ મળી.

પછી એક સાંજે
બાએ
ઊંઘતા બાળકના માથે
હળવેથી
હાથ ફેરવ્યો,
ને બોલ્યા વગર
બારી બંધ કરી —
કે પવન ન લાગે.

એ હાથ
ને એ બારી
વચ્ચેની
ક્ષણમાં
તું હતો.

આકાર વગર,
નામ વગર,
બસ —
અણસાર.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખદર્દની સોગાદઆગલો લેખ →લોકો અહીં