અમે ગુજરાતી
અમે ગુજરાતી, ભાઈ, અમે ગુજરાતી,
ખિસ્સે કેલ્ક્યુલેટર ને હૈયે ગરબાની બાતી!
સવારે ફાફડા, બપોરે થેપલાં, સાંજે ઢોકળાંનો થાળ,
પરદેશ જઈએ તો સૂટકેસમાં ખાખરા ને દાળ;
મોલમાં જઈને ‘કંઈ ઓછું થાશે?’ એમ પૂછવાની છે ખ્યાતિ…
અમે ગુજરાતી…
ધંધો કરીએ ધરતી ખૂણે, ન્યૂ જર્સી કે નૈરોબી,
મોટેલનું પાટિયું ‘પટેલ’ વાંચો, અંદર બેઠી ડોબી!
નવરાત્રિએ આખું ગામ ઝૂમે, ઝૂમે ઘેરૈયાની જાતિ…
અમે ગુજરાતી…
પરાગ કહે: હિસાબે પાકા, પણ દિલના ઉદાર,
મહેમાન આવે તો ભાણે ભરીએ ભાવનો ભંડાર;
ગાંધીની સાદગી, સરદારનું લોખંડ, એ જ અમારી થાતી…
અમે ગુજરાતી…
– પરાગ રતનપરા