← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અલખ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મનનો મોરલો ઊડ્યો રે, ને ગગન આખું ડોલ્યું,
અંતરનું તાળું તૂટ્યું ને અલખ ધણી બોલ્યો.

પવન થંભ્યો, પાંદડું ન ફરક્યું, તોય વન ઝૂલે,
આંખ મીંચી ત્યાં ભીતર જોયું, કમળ સહસ્ર ખૂલે;
ગુરુ મળ્યા એક ઘડી, ને મારો ભવ આખો ખોલ્યો…
મનનો મોરલો…

નરસૈંયાની કરતાલ વાગી, મીરાંનો એકતારો,
કબીર બોલ્યા: ‘ઘટમાં જો, ત્યાં જ છે તારો પ્યારો’;
મંદિર-મસ્જિદ ભટકી ભટકી, અંતે ઘરમાં ખોળ્યો…
મનનો મોરલો…

પરાગ કહે: આ દેહ ઘડૂલો, માટીનો એક ઘડો,
અંદર ઝળહળ જ્યોત બળે, ને બહાર છે અંધારો;
જ્યોત ઓળખી, ત્યાં જ અમે તો જનમ-મરણને તોલ્યો…
મનનો મોરલો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસુખ-દુઃખઆગલો લેખ →બાપુનો કોટ