અક્ષરે
આજ પણ દીવાલ બોલે બાપુજીના અક્ષરે,
ને રડે છે આંખ આ તો દીકરીના અક્ષરે.
ડાયરી ખોલી પુરાણી, ફૂલ સૂકું ત્યાં હતું,
ને લખેલું ‘યાદ કરજે’ પ્રેયસીના અક્ષરે.
રાખડી આવી વિદેશે, સાથમાં ઝીણો પતર,
‘ભાઈ, પાછો આવજે’ છે બેનડીના અક્ષરે.
હોઠ જે બોલી ન શક્યા, આંખ જે રડતી નહીં,
ઠાલવી દીધું બધું એ શાયરીના અક્ષરે.
આ પરાગે પણ લખી છે આ ગઝલ ધીમે સખી,
મ્હેક થઈ વાંચી શકો તો પાંખડીના અક્ષરે.
– પરાગ રતનપરા
#ગઝલ #હસ્તાક્ષર #પત્ર #સ્મૃતિ #ભાઈબહેન #પરાગરતનપરા
#GujaratiGhazal #Handwriting #OldLetters #Memories #RakshaBandhan #ParagRatanpara