અજવાસ છે
ઝૂંપડીમાં ટમટમે જે, શ્વાસનો અજવાસ છે,
ખેતરે ઝાકળ ઝગે, એ ઘાસનો અજવાસ છે.
મૉલમાં ઝગમગ ઘણી, ને રાત પણ લાગે દિવસ,
પણ ભિખારીની નજરમાં પ્યાસનો અજવાસ છે.
ગામના ચોકે ઢળી જ્યાં રાત, ગરબો ગૂંજતો,
આભમાં તારા નથી, આ રાસનો અજવાસ છે.
દીકરાની રાહ જોતી બા ઝરૂખે રાતભર,
દીવડો ના, એ નયનમાં આશનો અજવાસ છે.
ફૂલ બીડાયાં પછી પણ રાતભર મ્હેક્યા ‘પરાગ’,
અંધકારે પણ સુગંધી વાસનો અજવાસ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #અજવાસ #આશા #ગામડું #અંધકારમાંપ્રકાશ #પરાગરતનપરા
#GujaratiGhazal #LightInDarkness #Hope #VillageNights #InnerGlow #ParagRatanpara