અજવાસ
ઝૂંપડીમાં કોઈ હસતું, એટલે અજવાસ છે,
દીવડો તો ઠીક, એના હોઠ પર આકાશ છે.
ચૂલ ઠંડો, પેટ ખાલી, ને ધુમાડો આંખમાં,
તોય માના ગીતમાં ઝળહળ ઘણો ઉલ્લાસ છે.
મોલમાં ઝગમગ થતા દીવા હજારો ચોતરફ,
માણસો અંદર જુઓ તો કેટલા ઉપવાસ છે!
આંસુઓ પણ ઝળહળે છે રોશની જેવાં બની,
દુઃખના ઊંડાણમાં પણ એક તો વિશ્વાસ છે.
રાત આખી અંધકારે શોધ કીધી પણ ‘પરાગ’
ફૂલમાં બેઠો હતો, એનો બધે બસ વાસ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #અજવાળું #ગરીબી #સ્મિત #આશા #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerLight #Poverty #Smile #Hope #ParagRatanpara