અચાનક
હતી બંધ બારી, ઉઘાડી અચાનક,
હતી ઊંઘતી, તેં જગાડી અચાનક.
હતી સાવ સાદી, સરળ જિંદગી, ને
તમે આંખથી એ રમાડી અચાનક.
ઘણી ગાઢ નીંદર હતી રાતભરની,
સ્મરણ એક આવ્યું, ઉડાડી અચાનક.
દવા, વૈદ, ભૂવા, ગયા વ્યર્થ સઘળા,
તમે લત જ એવી લગાડી અચાનક.
પરાગે, હતો ફૂલમાં બંધ સુખથી,
હવાએ ઉપાડી, ભગાડી અચાનક.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #પહેલીનજર #અચાનક #ઉજાગરો #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveAtFirstSight #Suddenly #Sleepless #Smitten #ParagRatanpara