← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આવો રે મેહુલા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આવો રે મેહુલા, મારે આંગણ, તરસી ધરતી પોકારે,
ખેડૂની આંખ્યું ઊંચે મંડાણી, આભના ઓવારે.

વાવણી કીધી, બીજ દબાવ્યાં, વાટ જોઉં હું રાત,
ધૂળ ઊડે છે ખેતર આખે, ઢોર કરે છે વાત;
ચૂલે ઠરી ગઈ રાખ, ને મારા કંકણ મૂંગાં વાગે…
આવો રે મેહુલા…

ઘેરાં ઘેરાં વાદળ આવ્યાં, વીજે કર્યો ઝબકાર,
મોરલો ટહુક્યો ડુંગર માથે, હૈયે ઊઠ્યો ધબકાર;
ટીપું પડ્યું ને માટી મ્હેકી, જાણે મા સંભારે…
આવો રે મેહુલા…

પરાગ કહે: આ મેઘ નથી, આ ઈશ્વરનો કાગળ,
ધરતી વાંચે ભીની આંખે, લીલો થાય આગળ;
ખેડૂ હરખે, ગામ ગાજે, મેહુલો સૌને તારે…
આવો રે મેહુલા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆંસુઓઆગલો લેખ →સમજાયો મને