આવી જજો
સાચ બોલો, તો ભરેલા ચોકમાં આવી જજો,
આંખ ભીની હોય તો પણ, શોકમાં આવી જજો.
શિર ઉપર બાંધી કફન, જો યુદ્ધમાં જાઓ તમે,
તો પછી હસતે મુખે પરલોકમાં આવી જજો.
મા કહે: ‘બેટા, ભલે સરહદ ન છોડે તું કદી,
રાતના સપનાં સમા, તો ઝોકમાં આવી જજો.’
ભીડ ગાજે, ને બધા ટોળે વળીને ચાલતા,
એકલા ઊભા રહો, તો લોકમાં આવી જજો.
આ પરાગે રાતના બંસી સુણી, તો એ કહે:
રાધિકા, ઓ રાધિકા, ગોલોકમાં આવી જજો.
– પરાગ રતનપરા
#ગઝલ #હિંમત #સત્ય #સૈનિક #ભક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Courage #Truth #Soldier #Devotion #ParagRatanpara