← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આવ તું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મોત, તારાથી નથી ડર, લે, સવારે આવ તું,
નાવ લઈ મઝધારમાં ના, બસ કિનારે આવ તું.

ઓસરીએ ખાટલો છે, ચા ય છે ગરમાગરમ,
થાક હો તો બે ઘડી, મારે ઉતારે આવ તું.

પાનખરમાં ના, ખરેલાં પાંદડાંમાં તો નહીં,
ફૂલ જ્યાં મ્હોર્યાં હશે, ત્યાં બસ બહારે આવ તું.

આ ઉધારી ચૂકવી, થોડી ક્ષમા માગી લઉં,
એટલું થઈ જાય, પાછું એ જ દ્વારે આવ તું.

ફૂલ તો ખરશે, પરાગે, પણ સુગંધી સાચવી,
કોઈ ગાતું હોય ગઝલો, ઠીક ત્યારે આવ તું.

– પરાગ રતનપરા

#ગઝલ #મૃત્યુ #નિર્ભયતા #સ્વીકાર #જીવનદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #FacingDeath #Fearless #Acceptance #LifeAndDeath #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતારી છેઆગલો લેખ →પરભાતિયું