આપણી
ગાય નરસિંહ જે, તે ગિરા આપણી,
ઝૂલતી ગીર ને આ ધરા આપણી.
માવડી ગાય જે રાતભર ગીતમાં,
ત્યાં વસી છે બધી આ કથા આપણી.
આજ ‘ઇંગ્લિશ’ બધે, ઘર-ગલી-શાળમાં,
ડાયરે ક્યાં હવે એ સભા આપણી?
દૂર પરદેશમાં બાળ બોલે જરા
‘કેમ છો’ — ને ઝગે આ પ્રભા આપણી.
આ પરાગે લખે ગુર્જરીમાં ગઝલ,
મ્હેક જેવી મધુર આ હવા આપણી.
– પરાગ રતનપરા
#ગઝલ #ગુજરાતી #માતૃભાષા #ગુજરાત #સંસ્કૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #GujaratiLanguage #MotherTongue #Heritage #Culture #ParagRatanpara