આંસુની રજા
ઑફિસમાં
એક દિવસ
આંસુઓએ રજાની અરજી મૂકી:
‘અમને પણ થાક લાગે છે.’
મેનેજરે ચશ્માં ઉતાર્યાં,
અરજી ફાડી,
ને કહ્યું:
‘આ ક્વાર્ટરમાં ટાર્ગેટ છે.
પ્રોફેશનલ રહો.
હસતાં રહો.’
ત્યારથી
આંસુ
વૉશરૂમના નળ પાછળ
ચૂપચાપ
ઓવરટાઇમ કરે છે —
ને અરીસો
એકલો જ
એમની હાજરી પૂરે છે.
– પરાગ રતનપરા