← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંખ ને દિલનો ઝઘડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખ ને દિલનો ઝઘડો રે, સખી, આંખ ને દિલનો ઝઘડો,
કોણે પહેલો સાયબો દીઠો? ઝઘડો ભારે તગડો!

આંખ કહે: ‘મેં મેળામાં એને પહેલો દીઠો, બેની,
મારા વિના તો દિલ બિચારું અંધારું, સુણ એની;’
દિલ કહે: ‘તેં જોયો ખરો, પણ મેં જ એને પકડ્યો!’
આંખ ને દિલનો…

આંખ રડી ને રાત જાગી, દિલ તો ધક ધક ધડક્યું,
આંખે આંસુ ઢોળ્યાં, દિલને ઝીણું ઝીણું સળગ્યું;
ઘંટીનાં બે પડ વચ્ચે, સખી, મારો થયો રે રગડો…
આંખ ને દિલનો…

પરાગ કહે: સાયબો આવ્યો, ઝઘડો શમી ગયો,
આંખે જોયો, દિલે ચાહ્યો, બંનેનો થઈ ગયો;
પ્રીતની અદાલતમાં, સખી, સૌથી મીઠો આ ઝઘડો…
આંખ ને દિલનો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખચિત્રઆગલો લેખ →સંકેલવું