← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંગણ વચ્ચે ભીંત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંગણ વચ્ચે ભીંત ચણાઈ, ભાઈ ભાઈથી રૂઠ્યા રે,
એક જ ચૂલો, એક જ ઓટલો, બે ભાગમાં તૂટ્યા રે.

બાપુની પાઘડીના બે ભાગ, બાનાં વાસણ વ્હેંચ્યાં,
તુલસીક્યારો વચ્ચે આવ્યો, પાન બેઉએ ખેંચ્યાં;
આંગણનો લીમડો પણ જાણે બે ડાળે ફૂટ્યા રે…
આંગણ વચ્ચે ભીંત…

નાનાં છોકરાં ભીંત ઉપરથી ડોકિયું કરી રમતાં,
‘મોટા’ઓનું ખબર નથી, એ તો હજી ય ગમતાં;
એમની તાળીમાં ભીંતના ઈંટ-પથ્થર ખૂટ્યા રે…
આંગણ વચ્ચે ભીંત…

પરાગ કહે: ભીંત ચણો તો બારી પણ એક રાખો,
સાંજ પડે ત્યાં એકબીજાને ‘કેમ છો?’ કહી ભાખો;
લોહીના સંબંધ કદી ના ઈંટ-ચૂનેથી છૂટ્યા રે…
આંગણ વચ્ચે ભીંત…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખબારસાખઆગલો લેખ →વસવું ગમે