← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંબો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બારણા સામેનો આંબો
સુકાઈ રહ્યો છે.

દાદાએ વાવ્યો હતો,
પિતાએ ફળ ખાધાં,
મેં એની ડાળે હીંચકો બાંધ્યો,
ને મારો દીકરો
એનો ફોટો પાડે છે —
‘નેચર’ ફોલ્ડરમાં રાખવા.

પાંદડાં ખરે છે
એક પછી એક,
જાણે
કોઈ વૃદ્ધ
જૂના કાગળો ફાડતો હોય —
જતાં પહેલાં
હિસાબ ચોખ્ખો કરવા.

છેલ્લી ડાળ પર
એક કાચી કેરી
હજી લટકે છે —
આંબાની
છેલ્લી ઇચ્છાની જેમ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકાળિયોઆગલો લેખ →સપનું હતું