← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આકડાનું મધ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામમાં સૌ
કાનજીને
‘દારૂડિયો’ કહેતા.

છોકરાં એનાથી ડરતાં,
બૈરાં મોં ફેરવી લેતાં,
પંચાયતે
એનું નામ
કાળા પાટિયે લખ્યું હતું.

તે ચોમાસે
નદીમાં પૂર આવ્યું.
પટેલનો નાનો દીકરો
કાંઠેથી લપસ્યો.

સજ્જનો
કાંઠે ઊભા રહી
બૂમો પાડતા રહ્યા.

કાનજી
લથડતા પગે
ધસમસતા પાણીમાં કૂદ્યો.

છોકરો બચી ગયો.
કાનજી
ત્રણ દિવસે
નીચાણમાંથી મળ્યો.

બીજે વર્ષે
પટેલે
વાડમાં ઊગેલો આકડો
કાપવા ન દીધો.

કહે:
‘એનાં ફૂલોમાં પણ
મધમાખી
મધ શોધી લે છે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખબેન્ચઆગલો લેખ →ચકલી