← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આજકાલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જળ હતું મીઠું, થયું છે સાવ ખારું આજકાલ,
નામ પોતાનું લખું, ત્યાં થાય તારું આજકાલ.

આયનો પણ રોજ પૂછે: ‘કોણ ઊભું છે અહીં?’
હું કહું: ‘હું તો નથી, બસ નામ મારું આજકાલ.’

રોજની શેરી ય મારી ઓળખે ના, ને હવે
આભ પણ લાગે નવું ને એમ ન્યારું આજકાલ.

ફૂલ અડકું તો ય ડંખે, શૂળ લાગે છે મલમ,
ઘાવ જે આપે મને, એ થાય સારું આજકાલ.

આ ‘પરાગે’ જિંદગીભર ફૂલ ચાહ્યાં, તોય પણ
રણ થયું, ને રણ જ લાગે ખૂબ પ્યારું આજકાલ.

– પરાગ રતનપરા

#ગઝલ #વિરહ #ઓળખ #ઊલટપુલટ #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Separation #LostIdentity #WorldTurnedOver #Longing #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમાસ્તરઆગલો લેખ →કૅસેટ