← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આગેવાન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આવ્યા આવ્યા રે આગેવાન, ગળે ગલગોટાના હાર,
માથે ટોપી, મોઢે મીઠું, ખિસ્સાં ભારોભાર!

ભાષણમાં તો ગંગા વહાવે, ગામ બધું ભીંજાય,
ઘેર જઈને જુએ તો કૂવો સૂકો ને સૂકાય;
વાયદાની ખીચડી રાંધે, પણ ના દાણો, ના જાર…
આવ્યા આવ્યા રે…

ગરીબના ઘર જમવા આવ્યા, કૅમેરા લઈ સાથ,
અડધો કોળિયો મોંમાં મેલ્યો, ધોયા સાબુથી હાથ;
છાપે છપાયું: ‘નેતા જનતાના સાચા તારણહાર!’
આવ્યા આવ્યા રે…

પરાગ કહે: આ હાર ગલગોટાના સાંજે કરમાય,
પણ ખુરશીનો મોહ તો એવો, ક્યારેય ન મૂરઝાય;
જનતા ભોળી તાળી પાડે, ફરી ફરી સો વાર…
આવ્યા આવ્યા રે…

– પરાગ રતનપરા

ગીતવ્યંગ
← પહેલો લેખકોળિયોઆગલો લેખ →શિશિરનું પાન