← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આદમી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શ્વાસ રૂંધે, આંખ બાળે, તે ધુમાડો આદમી,
વાતવાતે બાખડે, ઘર-ઘર જ ઝઘડો આદમી.

રેસમાં દોડ્યા કરે છે, આંખ પર પડદો ધરી,
કોઈ દાવે જે લગાવે, તે જ ઘોડો આદમી.

પુસ્તકો આખાં ચવાયાં, તોય ના જાણ્યું કશું,
જ્ઞાનના ભંડારમાં, બસ એક કીડો આદમી.

ઑફિસે, ઘરમાં, સભામાં, ફોનમાં વેરાઈ ગ્યો,
પૂર્ણ ક્યાં છે? એ ય તો બસ એક ટુકડો આદમી.

આ પરાગે ફૂલ પેઠે જિંદગી જાણી, સખી,
ઊગતો, ખીલે, ખરે, એ તો દહાડો આદમી.

– પરાગ રતનપરા

#ગઝલ #માણસ #જીવન #ચિંતન #વક્રોક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Man #Life #Philosophy #Irony #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસાંકડાંઆગલો લેખ →તો શું?