← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આભમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ખેતરે ઊભો ધણી, ને આંખ તાકે આભમાં,
એક વાદળ દેખવા સૌ ગામ થાકે આભમાં.

વાવણી કીધી ઉધારે, શેઠનું દેવું થયું,
ભાગ્ય મારું મેઘ થઈને આજ પાકે આભમાં.

લૂ ઝરે, ફાટે ધરા, ને ચાસ સૂકા સૌ થયા,
સૂર્ય પણ સળગી રહીને ખુદ જ થાકે આભમાં.

રાત પડતાં ખાટલે સૂતો ધણી ઊંઘે નહીં,
રોજ ગણતો તારલા, ને ચાંદ ઝાંકે આભમાં.

આ પરાગે પણ ગઝલનાં બીજ વાવ્યાં કાગળે,
ને હવે વરસાદ માટે મન ય હાકે આભમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #ખેડૂત #વરસાદ #દુકાળ #આશા #પરાગરતનપરા
#GujaratiGhazal #Farmer #WaitingForRain #Drought #Hope #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકલ્પી તો જોઆગલો લેખ →બે ચહેરા