← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આભાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઠેસ તેં દીધી હતી, તો પગ મહીં તાકાત છે,
આંસુ તેં દીધાં હતાં, તો ગીતમાં સોગાત છે;
દોસ્ત-દુશ્મન સૌ મળીને જિંદગી ઘડતા ગયા,
તેં મને છોડ્યો, હવે મારો મને સંગાથ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખક્યાંથી હશે?આગલો લેખ →ઘટમાં બેઠો શ્યામ