← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આ રોજનું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાત વાગ્યે ટ્રેન પકડી, દોડવું આ રોજનું,
સાંજ પડતાં થાકથી તન તોડવું આ રોજનું.

રોજ સૂરજ ઊગતો, ને ચાંદ પણ ખીલે છતાં,
આંખ ઊંચી ના કરી, બસ છોડવું આ રોજનું.

ભૂલ કો’ની પણ હશે, પણ બૉસ ખીજાશે તરત,
કોઈ માથે ઠીકરું બસ ફોડવું આ રોજનું.

બૉસ સામે જી-હજૂરી, ગ્રાહકો સામે નમન,
એક મ્હોરું હાસ્યનું પણ ઓઢવું આ રોજનું.

આ ‘પરાગે’ રાતના બે-ચાર શબ્દો ગોઠવી,
બસ, ગઝલથી જાતને પણ જોડવું આ રોજનું.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #નોકરી #રોજિંદુંજીવન #શહેર #પરાગરતનપરા
#GujaratiGhazal #OfficeLife #DailyGrind #Routine #Satire #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખસાંજ ઢળેઆગલો લેખ →બાપુની પાઘડી