← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વિસરી ગયા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખ સામે દીકરો, ને નામ પણ વિસરી ગયા,
બાપુ જાણે બાળ થઈ, આ ગામ પણ વિસરી ગયા.

ઝાડ પર બેઠાં કબૂતર રોજ ગણતા, ને પછી
હાથમાં ખાલી પડેલો જામ પણ વિસરી ગયા.

રોજ પૂછે, ‘બા તમારી ક્યાં? હજી આવી નથી?’
બા ગયાં, એ યાતનાની શામ પણ વિસરી ગયા.

જિંદગીભર ફેરવી માળા, હવે એ આંગળી
રોજ જપતા જેમને, એ રામ પણ વિસરી ગયા.

આ પરાગે ‘બાપુ’ કીધું, તો કહે ‘તું કોણ છે?’
જે ધરી'તી આંગળી, એ કામ પણ વિસરી ગયા.

– પરાગ રતનપરા

#ગઝલ #પિતા #સ્મૃતિભ્રંશ #ઘડપણ #પિતાપુત્ર #પરાગરતનપરા
#GujaratiGhazal #Father #Dementia #OldAge #FatherAndSon #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઑટો-કરેક્ટઆગલો લેખ →ફિલ્મ