← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વિદાય

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓ રે દાદા, ઝાંપે ઊભા, હાથ હલાવો ધીરે,
તમ ફળિયાની ચકલી ઊડી સાજનને તીરે.

ઢીંગલી મારી પેટીમાં, ને ઝૂલો લીમડે ઝૂલે,
માડી, મારો ઓરડો વાળતાં રડવાનું તું ભૂલે;
પાછી આવીશ મહેમાન થઈને, ઘર મળજો એવું જ ફરીએ…
ઓ રે દાદા, ઝાંપે ઊભા…

ભાઈલા, તારી રાખડી હવે આવશે ટપાલે,
માડીના હાથની રોટલી જમશું સપનાંને થાળે;
નવું આંગણ, નવા ઉંબર, હું તો શીખું ધીરે ધીરે…
ઓ રે દાદા, ઝાંપે ઊભા…

પરાગ કહે: દીકરી તો છે આંબલિયાની ડાળ,
પારકે આંગણ રોપાય, તોય પિયરિયે એની નાળ;
દાદાની આંખે ચોમાસું, ને દીકરી ઝૂલે હીરે…
ઓ રે દાદા, ઝાંપે ઊભા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખભગતજીઆગલો લેખ →દીવાસળી