વિચારોમાં
ભલે તું દૂર, તો પણ તું સતાવે છે વિચારોમાં,
ઘડીમાં તું હસાવે ને રડાવે છે વિચારોમાં.
જરા મીંચું નયન ત્યાં તો ખડી છે તું, ઉઘાડું તો
ગગન થઈને મને આખો ઝુલાવે છે વિચારોમાં.
ઘણા મચ્છર, ઘણી ગરમી, ઘણી ચિંતા, ઘણા દેવા,
છતાં સૌથી વધારે તું જગાવે છે વિચારોમાં.
કદી રાધા બનાવે ને કદી મીરાં, કદી શબરી,
બની કાનો, મને કેવું નચાવે છે વિચારોમાં!
પરાગે કાગળે કોરે, ન લખ્યો એક પણ અક્ષર,
છતાં આખું ગઝલ-ઉપવન સજાવે છે વિચારોમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #યાદ #વિરહ #હળવાશ #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveInMind #Longing #Sleepless #PlayfulRomance #ParagRatanpara