← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વેલેન્ટાઇનનું વ્હાલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ ફેબ્રુઆરી ચૌદનું આખું મજાનું વ્હાલ છે,
ફોટો, ગુલાબો, ચૉકલેટો, ને હવાનું વ્હાલ છે.

બારે ય માસો જે ઝઘડતાં, આજ ‘જાનૂ’ થઈ ગયાં,
કાલે ઉતરશે જે નશો, એવી દવાનું વ્હાલ છે.

ભેટો ન લાવો તો તરત ‘બ્લૉકે’ ચડાવે ફોનમાં,
આ પ્રેમ છે કે આકરી એવી સજાનું વ્હાલ છે?

બા ને પિતાજી ત્રીસ વર્ષે પણ જમે છે સાથમાં,
ના કાર્ડ, ના ફૂલો, ફકત સાચી વફાનું વ્હાલ છે.

દીધું પરાગે ફૂલ તો પત્ની કહે: ‘શાકે ચડાવ!’
હળવી હસીમાં ઘર તણી સાદી કથાનું વ્હાલ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #હાસ્યવ્યંગ #વેલેન્ટાઇન #દાંપત્ય #સાચોપ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #ValentinesSatire #ShowOffLove #LifelongLove #Humour #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખતો ખરોઆગલો લેખ →ઢૂકડો માંડવો