← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વેલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું તો વેલ રે, ઊગી બાપુને આંગણે, ચડી સાસરિયાની વાડ,
મૂળ રહ્યાં પિયરની માટીમાં, ફૂલનો ખીલ્યો પરગામે ઉઘાડ.

માડીએ પાયાં પાણી, ને બાપુએ દીધી છાંય,
વીરાએ વાડ બાંધીને સાચવી ઝીણી કાય;
એક દિ’ આવ્યો માળી પરદેશી, લઈ ગયો મૂળસોતી ઝાડ…
હું તો વેલ રે…

સાસરિયે ભીંતો ઊંચી, ને તડકો આવે થોડો,
તોય હું ચડતી ગઈ ધીમે, ભીંતે મૂકી કોડો;
કૂંપળ ફૂટી, ઘર લીલું થયું, ફળિયે ફરક્યું લાડ…
હું તો વેલ રે…

પરાગ કહે: આ વેલ નથી, આ તો દીકરીની કહાણી,
બે આંગણ વચ્ચે ઝૂલે, ને બેઉનું ભરતી પાણી;
પવન પૂછે: ‘તું કોની?’ — એ હસે: ‘હું તો બેઉ ઘરની વાડ.’
હું તો વેલ રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકોણ મોટું?આગલો લેખ →યત્નો કરે