વેચ્યું નથી
ભૂખ વેઠી, ઠાર વેઠ્યો, લૂગડું વેચ્યું નથી,
એ જ બાપીકું પડેલું ખોરડું વેચ્યું નથી.
બિલ્ડરો આવ્યા કરોડો લઈ, ઘણી લાલચ ધરી,
તોય માટી-ગારનું આ ઝૂંપડું વેચ્યું નથી.
તાપમાં કીધી મજૂરી, દેહ સઘળો તોડિયો,
પણ ગુનાના કામ માટે બાવડું વેચ્યું નથી.
ગામનો વડ માગવાને વાણિયા આવ્યા ઘણા,
પૂર્વજોની છાંય જેવું લાકડું વેચ્યું નથી.
આ પરાગે શબ્દ વાવ્યા, મ્હેક વ્હેંચી મફતમાં,
પણ ઇનામો કાજ મેં આ ચામડું વેચ્યું નથી.
– પરાગ રતનપરા
#ગઝલ #ખુદ્દારી #ઈમાનદારી #સ્વમાન #ગરીબી #પરાગરતનપરા
#GujaratiGhazal #Integrity #SelfRespect #NotForSale #Honesty #ParagRatanpara