વતન
ડૉલરોના દેશમાં પણ સાંભરે મારું વતન,
હિમ મહીં તાપણ સમું લાગે મને ન્યારું વતન.
સાત દરિયા પાર કરતાં આંખ પણ દરિયો બની,
આંસુઓની જેમ ભીનું, ભીતરે ખારું વતન.
‘આવજે ઝટ’ — ફોનમાં બા રોજ બોલે, ને રડે,
‘આવતા વર્ષે’ — કહી દસ વર્ષ ગ્યાં, પ્યારું વતન.
‘ઠીક છે સઘળું’ કહી, હું ફોન મૂકું, ને પછી
રાતભર રડતું રહે છે અંદર બિચારું વતન.
આ પરાગે દૂર તુલસી-છોડ રોપ્યો ત્યાં, અને
મ્હેક આવી, ત્યાં જ ઊગ્યું ઓસરી, પ્યારું વતન.
– પરાગ રતનપરા
#ગઝલ #વતન #પરદેશ #ઝુરાપો #બા #પરાગરતનપરા
#GujaratiGhazal #Homeland #Diaspora #Homesick #NRILife #ParagRatanpara