← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વર્ષો પછી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાપુજીનો સાવ સૂનો ઓરડો વર્ષો પછી,
ને હજી ત્યાં ઝૂલતો’તો હીંચકો વર્ષો પછી.

રોજ ખિસ્સામાં લખોટી ખખડતી’તી, આજ ત્યાં
નીકળે ગોળી ભરેલો ડાબલો વર્ષો પછી.

‘તું’ કહીને બોલતો એ મિત્ર બોલ્યો ‘આપ’ પણ,
ભેદ સમજાવી ગયો એ આંચકો વર્ષો પછી.

બાપની બીકે કદી જ્યાં બેસવા પામ્યો નહીં,
એ જ ભીંજાયો, રડીને, ખાટલો વર્ષો પછી.

આ ‘પરાગે’ પત્ર પીળો ખોલતાં જોયું, અરે!
બા લખે: ‘આવી ગયો છે મોરલો’, વર્ષો પછી.

– પરાગ રતનપરા

#ગઝલ #ઉંમર #સ્મૃતિ #પિતા #બાળપણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Ageing #Memories #Father #LostChildhood #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમોજીલોઆગલો લેખ →પોતાનાં જ પારકાં