← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વરસી જા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બળે ખેતર, બળે આંખો, ભરી દે, ધાર વરસી જા,
નદી સુક્કી, તળાવો પણ, હવે આ વાર વરસી જા.

ઘણું ગાજ્યો, ઘણી વીજો ઝબૂકી, તોય કોરું સૌ,
હવે ગાજો નહીં, મેઘા, ઉતારો ભાર, વરસી જા.

ભલે ચૂવે, ભલે ટપકે, ભલે ભીંજાય ઘર મારું,
મને મંજૂર છે, તું આ વખત સો વાર વરસી જા.

ઉગે જો ધાન, બેનીની હથેળી લાલ થઈ જાશે,
હજી કરજે ડુબેલો છું, કરી દે પાર, વરસી જા.

પરાગે શબ્દ વાવ્યા છે, ગઝલના ખેતરે જઈને,
હવે તું આવ, ઓ મેઘા, ભરી જળતાર, વરસી જા.

– પરાગ રતનપરા

#ગઝલ #વરસાદ #ખેડૂત #દુષ્કાળ #પ્રાર્થના #પરાગરતનપરા
#GujaratiGhazal #RainPrayer #Farmer #Drought #MonsoonHope #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકર્ણઆગલો લેખ →તરસ