← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વરસાદ ને બાપુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વરસાદ આવ્યો ને બાપુ સાંભર્યા, ખભે બેસાડી ફરતા રે,
‘જો, જો, બેટા, વીજળી!’ કહીને આભ ભણી આંગળી ધરતા રે.

ગલીએ ગલીએ પાણી દોડે, બાપુ દોડે સાથે,
કાગળની હોડી તરતી મૂકે, પોતાને ભીને હાથે;
છત્રી એક જ હતી ઘરમાં, તોય મને જ ઓઢાડતા રે…
વરસાદ આવ્યો…

ભીના થઈને ઘેર આવતા, બા ખિજાતી ભારે,
‘બે જણ સરખા!’ — એમ કહી ને રૂમાલ લાવે ત્યારે;
બાપુ હસીને આંખ મીંચકારે, હું ય હસું ને ડરતા રે…
વરસાદ આવ્યો…

પરાગ કહે: આજે ય પડે છે ઝરમર એ જ ગલીમાં,
મારો દીકરો ખભે બેઠો, ને બાપુ તસવીરીમાં;
‘જો, જો, બેટા, વીજળી!’ — હું બોલું, ને આંસુ ખરતાં રે…
વરસાદ આવ્યો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખચાલશેઆગલો લેખ →ઉધારી મળી