← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાતો કરું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતભર જાગી હવે હું ભીંતથી વાતો કરું,
સાંભળે ના કોઈ, તો હું ગીતથી વાતો કરું.

બાળપણનો દોસ્ત ચાલ્યો, એક ફોટો પર્સમાં,
રોજ એ ફોટા મહીંના મીતથી વાતો કરું.

મા હતી ત્યારે કદી ના વાત કીધી શાંતિથી,
આજ તસવીરે ઢળીને પ્રીતથી વાતો કરું.

સૂટમાં ઊભા બધા ને બોલતા’તા ઠાઠથી,
હું જ ભોળો ગામડાની રીતથી વાતો કરું.

હારને પણ આ ‘પરાગે’ ફૂલ થઈ પોંખી સદા,
એટલે હું હારથી ને જીતથી વાતો કરું.

– પરાગ રતનપરા

#ગઝલ #સંવાદ #અનિદ્રા #સ્મૃતિ #સ્થિતપ્રજ્ઞ #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfTalk #SleeplessNights #Memories #Equanimity #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસેલઆગલો લેખ →પતંગિયું ને પ્રોફેસર