← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાટ છું હું દીવડાની, રાતભર બળતો રહું,
તેલ ખૂટે તોય હું અંધારને છળતો રહું;
કોઈ પૂછે ના કદી કે વાટનું શું નામ છે,
આરતી સૌની થતી, ને હું અહીં ગળતો રહું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઆપણો સંબંધઆગલો લેખ →આ ફાગણમાં તારો વારો