વાદળભાઈ (બાળગીત)
વાદળભાઈ, વાદળભાઈ, પૂછું એક વાત?
આખો દિવસ ક્યાં ફરો ને ક્યાં વિતાવો રાત?
ધોળા ધોળા રૂ જેવા, કોણે તમને પીંજ્યા?
કાળા કાળા થઈને પાછા, કેમ કરીને ભીંજ્યા?
દરિયામાંથી પાણી પીધું? કે નદીએ દીધું સાથ?
વાદળભાઈ, વાદળભાઈ…
ગડગડ ગાજો ત્યારે મારી બિલ્લી દોડી જાય,
ચમચમ વીજળી ચમકે ત્યારે દાદી ‘રામ’ ગાય;
પણ વરસો ત્યારે નાચું હું, લઈ કાગળની નાવ સાથ…
વાદળભાઈ, વાદળભાઈ…
પરાગ કહે: વાદળભાઈ તો હસીને બોલ્યા ધીમું,
‘સૂરજદાદા ચા પિવડાવે, ઊંચે ઊડું સીધું;
થાકું ત્યારે વરસી પડું, ને ધરતી ભરે બાથ!’
વાદળભાઈ, વાદળભાઈ…
– પરાગ રતનપરા